
અમરેલી, 18 માર્ચ (હિ.સ.) : આગામી 21 માર્ચના રોજ અમરેલી ખાતે યોજાનાર મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષના મહત્વપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાવરકુંડલા સ્થિત અટલધારા કાર્યાલય ખાતે આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે જરૂરી તૈયારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન આગેવાનોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને દરેક કાર્યકર્તાએ પોતાના વિસ્તારમાં વધુમાં વધુ લોકોની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો કરવાની અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનસમૂહ જોડાય તે માટે પ્રચાર-પ્રસાર અને વ્યવસ્થાપન અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં તાલુકા અને શહેર સ્તરના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકમતથી કાર્યક્રમને સફળ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, જેને લઈ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai