

ગાંધીનગર, 18 માર્ચ (હિ.સ.) : 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગાંધીનગરના મહિલા પર્યાવરણ પ્રેમી કુસુમબેન સુથાર દર વર્ષે ચકલી બચાવો અભિયાન અંતર્ગત નિશુલ્ક ચકલીના માળાઓનું વિતરણ કરે છે. આ વર્ષે પણ તેઓએ ચકલીના માળાનો વિતરણ કાર્યક્રમ ગાંધીનગર જીલ્લા ના પવિત્ર તિર્થ સ્થળ રૂપાલ ગામ મુકામે આવેલી પ્રાથમિક કન્યા શાળામાં આજે તા. 18/03/2026ના રોજ સવારે 11 કલાકે યોજ્યો. તેઓએ માટીના બનાવેલ માળા સ્કૂલમાં અને વિદ્યાર્થીઓને વહેંચ્યા અને ચકલી અને પક્ષીઓ બચાવો અને પ્લાસ્ટિકનો શક્ય હોય તો ઉપયોગ ટાળવો અને કુદરતી સંપત્તિ બચાવો નાના અંતરે જવાઆવવા સાયકલનો ઉપયોગ કરવો જેવી બાળકો સાથે માહિતી પીરસી.
આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી કુસુમબહેન સુથાર, પ્રાથમિક કન્યા શાળાના વિધાર્થી ગણ અને આચાર્ય અલકાબેન વાલમીયા, રૂપાલ ગામના સરપંચ વિલાસબા ચાવડાના પ્રતિનિધિ રવિરાજભાઈ ચાવડા અને શિક્ષકમિત્રો રાજેશભાઇ ઉપાધ્યાય, સુનિલભાઈ, અવનીબેન અને પ્રેમિલાબેન ઉપસ્થિત રહી સફળ બનાવવા સહભાગી થયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ