અમદાવાદના સરખેજમાં સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકવા જેવી જૂની અદાવતમાં લોહિયાળ જંગ,એક યુવકનું મોત, 3 ઇજાગ્રસ્ત
અમદાવાદ,18 માર્ચ (હિ.સ.) અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલ ઠાકોરવાસમાં અંગત અદાવત અને સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ લોહિયાળ સંઘર્ષમાં ગણેશ ઠાકોર નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવતા સ
અમદાવાદના સરખેજમાં સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકવા જેવી જૂની અદાવતમાં લોહિયાળ જંગ,એક યુવકનું મોત, 3 ઇજાગ્રસ્ત


અમદાવાદ,18 માર્ચ (હિ.સ.) અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલ ઠાકોરવાસમાં અંગત અદાવત અને સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ લોહિયાળ સંઘર્ષમાં ગણેશ ઠાકોર નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

સરખેજ વિસ્તારમાં આવેલા ઠાકોર વાસમાં રાતના સમયે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક જૂથના લોકોએ અન્ય જૂથ પર છરી વડે હુમલો કરતા ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, આ વિવાદની શરૂઆત આશિષ ઠાકોર નામના યુવક સાથે થઈ હતી. લુખ્ખાતત્વોએ જૂની અદાવત અને ફોન પર સ્ટેટસ મૂકવા બાબતે આશિષ સાથે માથાકૂટ કરી હતી. અગાઉ પણ આશિષ પર હુમલો કરવામાં આવ્યો હતો.

ગત રાત્રે મામલો બિચકતા ઉશ્કેરાયેલા શખ્સો હથિયારો સાથે આશિષના ઘરે ચડી આવ્યા હતા. આ હુમલા દરમિયાન આશિષને બચાવવા માટે ગણેશ ઠાકોર વચ્ચે પડ્યો હતો. હુમલાખોરોએ ગણેશ પર જીવલેણ હુમલો કરતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતા સરખેજ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે મામલે સરખેજ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

આજે તને પતાવી દેવો છે કહી આરોપીઓએ ઘરમાં ઘૂસી છરી મારી.

ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે, જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસની અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ છરી સાથે આવ્યા હતા અને કહ્યું હતું કે, આશિષ ઠાકોર મહિના પહેલા મારમાંથી બચી ગયો છે. આજે તને છોડવાનો નથી તેમ કહીને જયેશ ઠાકોરના ઘરમાં પ્રવેશીને છરીના ઘા માર્યા હતા. નરેશ ઠાકોર છોડાવવા પડતા તેને પણ છરીના ઘા માર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande