
નવી દિલ્હી, 19 માર્ચ (હિ.સ): ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, ગુરુવારે કેરળ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. આ યાદીમાં 39 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. આ સાથે, પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 86 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.
પાર્ટીના અધ્યક્ષ નીતિન નવીનની અધ્યક્ષતામાં પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહ પ્રધાન અમિત શાહ સહિત વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ઉમેદવારોના નામોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને બીજી યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, કેરળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીમાં 47 ઉમેદવારોનો સમાવેશ થાય છે. કેરળ વિધાનસભામાં કુલ 140 બેઠકો છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ