દિલ્હીના તરુણ હત્યા કેસમાં, રાહુલ ગાંધીએ ભાઈચારાની અપીલ કરી
નવી દિલ્હી, 19 માર્ચ (હિ.સ.). કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકોને અપીલ કરી છે કે, તેઓ દિલ્હીના ઉત્તમ નગરમાં હોળી પર 26 વર્ષીય તરુણ ખટીકની હત્યાથી ગેરમાર્ગે દોરાયા વિના ભાઈચારો અને સંવાદિતા જાળવી રાખે. ગુ
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 19 માર્ચ (હિ.સ.). કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકોને અપીલ કરી છે કે, તેઓ દિલ્હીના ઉત્તમ નગરમાં હોળી પર 26 વર્ષીય તરુણ ખટીકની હત્યાથી ગેરમાર્ગે દોરાયા વિના ભાઈચારો અને સંવાદિતા જાળવી રાખે.

ગુરુવારે એક એક્સ-પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ઉત્તમ નગરના લોકોએ હિંસાની ભારે કિંમત ચૂકવી છે. એક તરફ, એક યુવાન છોકરા તરુણે, પોતાનો જીવ ગુમાવ્યો અને બીજી તરફ, એક આખો પરિવાર જુલમનો સામનો કરી રહ્યો છે.

રાહુલે કહ્યું કે, લોકો વધુ રક્તપાત ઇચ્છતા નથી. નફરત ફેલાવનારાઓ ઇચ્છે છે કે, દેશ હિન્દુ-મુસ્લિમ મુદ્દામાં ફસાયેલ રહે, જેથી લોકો આ પ્રશ્નો પૂછી ન શકે. તેમણે લોકોને ગેરમાર્ગે ન જવાની અપીલ કરી. દેશની તાકાત આપણી એકતા, ભાઈચારો અને પ્રેમમાં રહેલી છે. તેમણે કહ્યું, એક થાઓ, ભારતને એક કરો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande