બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે પર અકસ્માત: ચાર લોકોના મોત
બેંગલુરુ, નવી દિલ્હી, 23 માર્ચ (હિ.સ.): સોમવારે વહેલી સવારે બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે પર થયેલા અકસ્માતમાં ચાર મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા. કેરળની એક ખાનગી ટ્રાવેલ કંપનીની બસ, કેરળથી બેંગલુરુ જઈ રહી હતી. રામનગર જિલ્લાના ચન્નાપટના તાલુકાના પુટ્ટપ
બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે પર અકસ્માત


બેંગલુરુ, નવી દિલ્હી, 23 માર્ચ (હિ.સ.): સોમવારે વહેલી સવારે બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે પર થયેલા અકસ્માતમાં ચાર મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા.

કેરળની એક ખાનગી ટ્રાવેલ કંપનીની બસ, કેરળથી બેંગલુરુ જઈ રહી હતી. રામનગર જિલ્લાના ચન્નાપટના તાલુકાના પુટ્ટપ્પાનાદોડ્ડી નજીક બસે કાબુ ગુમાવ્યો અને ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો અને ચાર મુસાફરોના મોત થયા હતા.

મૃતકોની ઓળખ કેરળના રહેવાસી મોહમ્મદ પરાન (22), રફીઝ (45), અને બેંગલુરુના રહેવાસી રાશિદ (45) અને સાકીર (27) તરીકે થઈ છે. પોલીસનું માનવું છે કે ડ્રાઇવરને ઊંઘ આવી ગઈ હશે. અકસ્માતમાં ઘણા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande