
શ્રીનગર, નવી દિલ્હી, 23 માર્ચ (હિ.સ.): લાલ કિલ્લા કાર બોમ્બ વિસ્ફોટની તપાસના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ, સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા.
એનઆઈએ ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં નવ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આમાં કુપવાડા જિલ્લાનો હંદવાડા વિસ્તાર, બારામુલા જિલ્લાનો રફિયાબાદ અને કુલગામ અને શ્રીનગર જિલ્લાના સ્થળોનો સમાવેશ થાય છે. ગયા વર્ષે 10 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય રાજધાનીને હચમચાવી નાખનાર લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ હરિયાણાના ફરીદાબાદમાં અલ ફલાહ યુનિવર્સિટીના મેડિકલ ડોક્ટર અને સહાયક પ્રોફેસર, આત્મઘાતી બોમ્બર ઉમર ઉન નબી દ્વારા કરવામાં આવ્યો હતો, જેણે પ્રતિષ્ઠિત સ્મારકની બહાર વિસ્ફોટકોથી ભરેલી કારમાં વિસ્ફોટ કર્યો હતો. એનઆઈએ એ અત્યાર સુધીમાં આ કેસમાં 11 આરોપીઓની ધરપકડ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ