પ્રધાનમંત્રીએ, ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા
નવી દિલ્હી, 23 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સોમવારે પ્રખ્યાત સમાજવાદી વિચારક ડૉ. રામ મનોહર લોહિયાને, તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું, ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 23 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સોમવારે પ્રખ્યાત સમાજવાદી વિચારક ડૉ. રામ મનોહર લોહિયાને, તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું, ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તેઓ એક બહુમુખી વ્યક્તિત્વ હતા જેમણે સંસ્થાનવાદી શાસન સામેના જન આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને 1947 પછી ભારતની પ્રગતિમાં યોગદાન આપ્યું હતું. તેઓ એક ઉત્કૃષ્ટ વિચારક અને સામાજિક ન્યાયના અગ્રણી અવાજોમાંના એક હતા. ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સશક્ત બનાવવા માટેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા, પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. લિંગ સમાનતા અને સહભાગી શાસન અંગેના તેમના વિચારો પણ એટલા જ નોંધપાત્ર છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande