
મુંબઈ, નવી દિલ્હી, 29 માર્ચ (હિ.સ.). રેમન્ડ ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા ડૉ. વિજયપત કૈલાશપત સિંઘાનિયાના અંતિમ સંસ્કાર આજે અહીં કરવામાં આવશે. તેમનું શનિવારે મુંબઈમાં 87 વર્ષની વયે અવસાન થયું હતું. સિંઘાનિયાના આત્મા માટે પ્રાર્થના સભા બપોરે દોઢ વાગ્યે હવેલી (એલડી રૂપારેલ માર્ગ) ખાતે યોજાશે, ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર બપોરે ત્રણ વાગ્યે ચંદનવાડી ખાતે કરવામાં આવશે. આ માહિતી તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયાએ એક્સ પર આપી હતી. ગૌતમ સિંઘાનિયા રેમન્ડ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.
વિજયપત સિંઘાનિયા, ઉડ્ડયન પ્રત્યેના તેમના જુસ્સા માટે પણ પ્રખ્યાત હતા. તેઓ હોટ એર બલુન માં સૌથી વધુ ઊંચાઈએ પહોંચવાનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે. વિજયપત સિંઘાનિયા એ, લગભગ બે દાયકા સુધી રેમન્ડ ગ્રુપનું નેતૃત્વ કર્યું. 2000 માં, તેમણે કંપનીની બાગડોર ગૌતમ સિંઘાનિયાને સોંપી, જેમણે તેમનો 37 ટકા હિસ્સો પણ તેમના પુત્રને ટ્રાન્સફર કર્યો. વિજયપત સિંઘાનિયાએ રેમન્ડને એક નાની મિલમાંથી વૈશ્વિક સામ્રાજ્યમાં સફળતાપૂર્વક પરિવર્તિત કર્યું. ગૌતમ સાથે તેમનો કાનૂની વિવાદ પણ હતો. જોકે, પિતા અને પુત્રએ પાછળથી વિવાદ ઉકેલી લીધો.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ