અમિત શાહે, નેતાઓ સાથે આસામની ચૂંટણીઓ અંગે ચર્ચા કરી
ગૌહાટી, નવી દિલ્હી, 29 માર્ચ (હિ.સ.). શનિવારે રાત્રે આસામની મુલાકાત દરમિયાન, ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે પાર્ટીની રણનીતિ અંગે ચર્ચા કરવા માટે રાજ્ય ભાજપ મુખ્યાલય ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, આસામ માં નેતાઓ સાથે ચર્ચા કરી


ગૌહાટી, નવી દિલ્હી, 29 માર્ચ (હિ.સ.). શનિવારે રાત્રે આસામની મુલાકાત દરમિયાન, ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે પાર્ટીની રણનીતિ અંગે ચર્ચા કરવા માટે રાજ્ય ભાજપ મુખ્યાલય ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. શાહ આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધનના ઉમેદવારો માટે પ્રચારને વેગ આપવા માટે રાજ્યમાં પહોંચ્યા હતા. પહોંચ્યા પછી, તેમણે મધ્ય ગુવાહાટી વિધાનસભા મતવિસ્તારમાં પ્રચાર કર્યો. તેમણે આર્ય વિદ્યાપીઠ કોલેજથી નેપાળી મંદિર સુધીની રેલીમાં પણ ભાગ લીધો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

રેલી બાદ શાહે, રાજ્ય ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વ સરમા, રાજ્ય ભાજપ પ્રમુખ દિલીપ સૈકિયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ચૂંટણી પ્રભારી બૈજયંત જય પાંડા, સહ-પ્રભારી દર્શના જરદોશ, રાજ્ય પ્રભારી હરીશ દ્વિવેદી, ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના કન્વીનર અને સાંસદ પ્રદાન બરુઆ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં ચૂંટણી પ્રચારની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી ચૂંટણીઓમાં ભાજપ ગઠબંધન માટે મજબૂત વિજય સુનિશ્ચિત કરવા માટે રણનીતિ નક્કી કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande