જામનગરમાં ધુળેટી પૂર્વે કલરના 110 બાચકા ચોરાયા : ચોરીની ઘટના CCTVમાં કેદ
જામનગર, 05 માર્ચ (હિ.સ.) : જામનગરમાં હોળી-ધૂળેટીના પર્વ પૂર્વે કલરના બાચકાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. સુભાષ માર્કેટ વિસ્તારમાં એક દુકાનમાંથી ગુલાલના 110 જેટલા બાચકાની ચોરી થઈ છે. આ સમગ્ર ઘટના દુકાન પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. મળતી મ
કલરના બાચકાની ચોરી


જામનગર, 05 માર્ચ (હિ.સ.) : જામનગરમાં હોળી-ધૂળેટીના પર્વ પૂર્વે કલરના બાચકાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. સુભાષ માર્કેટ વિસ્તારમાં એક દુકાનમાંથી ગુલાલના 110 જેટલા બાચકાની ચોરી થઈ છે. આ સમગ્ર ઘટના દુકાન પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, ગત તારીખ 3 માર્ચ, 2026 ના રોજ રાજકોટની 'પાટીદાર સીઝન્સ' ખાતેથી 10 કિલોના કુલ 200 નંગ ગુલાલના બાચકા મંગાવવામાં આવ્યા હતા. આ માલ ભરેલો ટેમ્પો રાત્રે આશરે 2:30 વાગ્યે જામનગરના સુભાષ માર્કેટ પાસે આવેલી દુકાને પહોંચ્યો હતો.

ટેમ્પો ચાલક ગાડી પાર્ક કરીને દુકાનમાં સૂઈ ગયો હતો. આ તકનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ ટેમ્પોમાંથી 110 જેટલા ગુલાલના બાચકાની ચોરી કરી હતી. ચોરીની આ ઘટના દુકાનના CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે.

આ ઉપરાંત, ઘટનાસ્થળની આસપાસ લાગેલા સરકારી CCTV કેમેરામાં પણ આરોપીઓ જે વાહન લઈને આવ્યા હતા તેના નંબર કેદ થયા હોવાની શક્યતા છે. વેપારીએ આ મામલે પોલીસમાં અરજી કરી યોગ્ય તપાસ કરવા, ચોરાયેલો માલ પરત મેળવવા અને તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande