
પાટણ, 05 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુર નગરપાલિકા દ્વારા 6 માર્ચ, 2026ના રોજ બિંદુ સરોવર વિસ્તારમાં આવેલા નગરપાલિકા કમ્પાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સાંજે 4 વાગ્યે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો તેમજ કુશળ કારીગરોને એક મંચ પૂરો પાડવાનો છે. સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણને વેગ આપવા અને લઘુ ઉદ્યોગોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
મોરલી મનોહર મંદિર સામે, કૃષ્ણનગર સોસાયટીની બાજુમાં આવેલા નગરપાલિકા કમ્પાઉન્ડમાં યોજાનારા આ મેળામાં શહેર ભાજપના પદાધિકારીઓ, વિવિધ મોરચાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ આયોજન દ્વારા શહેરના આર્થિક અને સાંસ્કૃતિક વારસાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ