જામનગર શહેર અને વોર્ડ ભાજપ પ્રભારીઓની નિમણૂંક
જામનગર, 05 માર્ચ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને અનુલક્ષીને જામનગર શહેર પ્રભારી અને વોર્ડ પ્રભારીઓની નવનિયુક્તિ કરવામાં આવી છે, અને નવા હોદેદારોને ભાજપ સંગઠન દ્વારા આવકારવામાં આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મ
ભાજપ


જામનગર, 05 માર્ચ (હિ.સ.) :

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને અનુલક્ષીને જામનગર શહેર પ્રભારી અને વોર્ડ પ્રભારીઓની નવનિયુક્તિ કરવામાં આવી છે, અને નવા હોદેદારોને ભાજપ સંગઠન દ્વારા આવકારવામાં આવી રહ્યા છે.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠનના પ્રભારી તરીકે ધનસુખભાઈ ભંડેરીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા જામનગર શહેરના ૧૬ વોર્ડના સંગઠન પ્રભારીઓની નિમણૂક કરવામાં આવેલ છે. જેમાં વોર્ડ નં. 1 - સંજય મકવાણા, વોર્ડ 2- વિજયસિંહ ગોહિલ, વોર્ડ 3- દિનેશ ગજરા, વોર્ડ નં.4 - ભાવિશાબેન ધોળકિયા, વોર્ડ નં.5-મિલન વજાણી, વોર્ડ 6- સંજય દાઉદિયા, વોર્ડ 7- પ્રજ્ઞેશ ભટ્ટ, વોર્ડ નં.8- પરસોત્તમ કકનાણી, વોર્ડ નં.9- મેઘાભાઈ કાંબરિયા, વોર્ડ 10- નીતિન સોલાણી, વોર્ડ નં.11- ભરતસિંહ જાડેજા, વોર્ડ નં.12- ભાવેશ કોઠારી, વોર્ડ નં.13- હિરેન તખ્તાણી, વોર્ડ નં.14- મુકેશ વસોયા, વોર્ડ નં.15- મનિષ કનખરા, વોર્ડ નં.16- નરભેરામ ડાકાની નિમણૂંક કરવામાં આવી છે.

આ નિમણૂંકને સતાધારી પક્ષના રાજકિય નેતા તેમજ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ, કોર્પોરેટરો સહિતનાઓને શહેર સંગઠન પ્રભારી તથા વોર્ડ પ્રભારીઓની નિમણુંકને આવકારવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande