કણાઈ ગામના બળવંતભાઈ પટેલ પશુપાલનથી બન્યા આત્મનિર્ભર
સુરત, 05 માર્ચ (હિ.સ.)-રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલનને પ્રોત્સાહન આપવા વિવિધ સહાયકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. આ યોજનાઓનો લાભ લઈ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કણાઈ ગામના 48 વર્ષીય બળવંતભાઈ બહાદૂરભાઈ પટેલ પશુપાલનના વ્યવસા
બળવંતભાઈ પટેલ પશુપાલનથી બન્યા આત્મનિર્ભર


સુરત, 05 માર્ચ (હિ.સ.)-રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલનને પ્રોત્સાહન આપવા વિવિધ સહાયકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. આ યોજનાઓનો લાભ લઈ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કણાઈ ગામના 48 વર્ષીય બળવંતભાઈ બહાદૂરભાઈ પટેલ પશુપાલનના વ્યવસાયથી સ્થિર આવક મેળવી આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે.

ધોરણ 12 સુધી અભ્યાસ કરેલા બળવંતભાઈ ઘણા વર્ષોથી પરંપરાગત રીતે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે. હાલમાં તેમની પાસે ત્રણ ભેંસ અને બે ગાય છે. પશુઓની યોગ્ય સંભાળ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિભાવ કરવાના કારણે તેઓ દરરોજ અંદાજે 28 લીટર દૂધનું ઉત્પાદન કરે છે. આ દૂધનો મોટો હિસ્સો નજીકની ડેરીમાં આપવામાં આવે છે, જ્યારે થોડું દૂધ આસપાસના લોકોમાં વેચાણ થાય છે. આ રીતે તેઓને દર મહિને અંદાજે 38 હજાર રૂપિયા જેટલી આવક પ્રાપ્ત થાય છે.

સરકારની સહાયકારી યોજનાઓથી તેમનો પશુપાલન વ્યવસાય વધુ સરળ બન્યો છે. ગાયોના નિભાવ ખર્ચ માટે તેમને સરકાર તરફથી દર મહિને 900 રૂપિયાની સહાય મળે છે. ઉપરાંત પશુઓ માટે ચારો કાપવાની પ્રક્રિયા સરળ બનાવવા તેમને ચાફ કટર મશીન પણ આપવામાં આવ્યું છે, જેના કારણે સમય અને મહેનત બંનેમાં બચત થાય છે.

બળવંતભાઈ જણાવે છે કે સરકારની સહાય અને પોતાની મહેનતના કારણે તેમનો પરંપરાગત પશુપાલન વ્યવસાય વધુ મજબૂત બન્યો છે. યોગ્ય સંભાળ અને લગનથી પશુપાલન દ્વારા સારી આવક મેળવી શકાય છે.

ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની સહાય અને વ્યક્તિગત મહેનતનું ઉત્તમ ઉદાહરણ કણાઈ ગામના બળવંતભાઈ પટેલ જેવા પશુપાલકો બની રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande