
ગાંધીનગર, 05 માર્ચ (હિ.સ.) : ગાંધીનગર જિલ્લા યુવા અધિકારી અલકા મેકવાન માર્ગદર્શન હેઠળ આયોજિત 'આંતર જિલ્લા અને આંતરરાજ્ય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ' અંતર્ગત આજે 74 જેટલા ઉત્સાહી યુવાનોએ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા પીએમ જન ઔષધિ કેન્દ્રની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ પ્રેરણાદાયી મુલાકાત દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર કરસનભાઈ ભટ્ટ, અમદાવાદ શહેર ઓબીસી મોરચાના રાકેશભાઈ બ્રહ્મભટ્ટ અને કર્મયુગ ફાઉન્ડેશનના ડાયરેક્ટર મિલન શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાઓને યોજના અંતર્ગત માહિતી આપી તેમજ કેન્દ્રની મુલાકાત કરી અને સાથે સાથે સામાન્ય વ્યક્તિને થતા યોજનાના ફાયદા સમજાયા અને યુવાનોને કેન્દ્રની લોકઉપયોગી કામગીરી તથા જેનરિક દવાઓના ફાયદાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી પ્રોત્સાહિત કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ