
ગાંધીનગર, 05 માર્ચ (હિ.સ.) : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૦૭/૦૩/૨૦૨૬નાં રોજ સવારે ૧૦:૩૦ કલાકે તખતપુરા કોમ્યુનિટી હોલ, તખતપુરા રોડ, પેટા તિજોરી કચેરીની બાજુમાં, માણસા, તા.માણસા જી.ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતીમેળામાં નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ. તમામ ટ્રેડ, કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઊત્તીર્ણ થયેલ તથા બી. ઈ. (મીકેનીકલ)ની લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે.
આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JE249828076 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને ૫ કોપી બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, એમ જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.
વધુ માહિતી માટે
ઇમેલ: dee-gnr@gujarat.gov.inવેબસાઇટ:anubandham.gujarat.gov.in
પર સંપર્ક કરવો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ