
ગાંધીનગર, 05 માર્ચ (હિ.સ.) : યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્યરત મેરા યુવા ભારત દ્વારા આંતર જિલ્લા યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અને આંતર રાજ્ય કાર્યકમ અંતર્ગત ૭૪ (૩૭ યુવાઓ પોરબંદરના અને ૩૭ હરિયાણા) યુવાઓએ મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન અર્જુનભાઈ મોઢવાડીયા (મંત્રી વન અને પર્યાવરણ), જીતુ વાઘાણી (મંત્રી, ગુજરાત સરકાર) અને શંકરભાઈ ચૌધરી (અધ્યક્ષ ગુજરાત વિધાનસભા) સાથે વિશેષ મુલાકાત કરી. આ દરમિયાન યુવાનો ગુજરાત વિધાનસભાના કાર્યોથી અવગત થયા હતા અને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્યરત મેરા યુવા ભારત દ્વારા આંતર જિલ્લા યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અને આંતર રાજ્ય કાર્યકમ અંતર્ગત યુવાનો વિવિધ જિલ્લા અને રાજ્યોની મુલાકાત લઇને સંસ્કૃતિ સહિત વિવિધ સ્થળોની મુલાકાત લેતા હોય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ