જામનગરમાં આણદાબાવા સેવા સંસ્થા ખાતે રંગોત્સવ : ધારાસભ્ય અકબરી અને પૂર્વ મંત્રી જાડેજાએ દિવ્યાંગ બાળકો અને વડીલો સાથે ધુળેટી ઉજવી
જામનગર, 05 માર્ચ (હિ.સ.) : રંગોના પર્વ ધુળેટીની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ આ વર્ષે પણ પોતાની પરંપરા જાળવી રાખી હતી. તેમણે જામનગરની સુપ્રસિદ્ધ આણદાબાવા સેવા સંસ્થા ખાતે આશ્રિત બા
આણદાબાવા સેવા સંસ્થા ખાતે ઉજવણી


જામનગર, 05 માર્ચ (હિ.સ.) : રંગોના પર્વ ધુળેટીની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ આ વર્ષે પણ પોતાની પરંપરા જાળવી રાખી હતી. તેમણે જામનગરની સુપ્રસિદ્ધ આણદાબાવા સેવા સંસ્થા ખાતે આશ્રિત બાળકો, મૂક-બધિર વિદ્યાર્થીઓ અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય અકબરી અને પૂર્વ મંત્રી જાડેજાએ સંસ્થામાં અભ્યાસ કરતા મૂક-બધિર અને અન્ય દિવ્યાંગ બાળકો સાથે રંગો રમ્યા હતા. તેમણે વૃદ્ધાશ્રમના વડીલોને ગુલાલનો તિલક કરીને ધુળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. આશ્રિત દીકરીઓ અને બાળકોમાં તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેને પગલે મહાનુભાવોએ બાળકોને પોતાના હાથે નાસ્તો કરાવી મોઢું મીઠું કરાવ્યું હતું.

ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું કે, અનાથ અને દિવ્યાંગ બાળકોના ચહેરા પરનું સ્મિત એ જ સાચી હોળી છે. પૂર્વ મંત્રી હકુભા જાડેજા અને દિવ્યેશ અકબરીએ બાળકોને રંગોથી રંગીને વાતાવરણને જીવંત બનાવ્યું હતું. સંસ્થાના બાળકોએ પણ તેમની હાજરીથી પ્રોત્સાહિત થઈને ધુળેટીના ગીતો અને રંગોની મજા માણી હતી.

આ ઉજવણી દ્વારા વંચિતોના જીવનમાં ખુશીઓ ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તહેવારોની સાચી સાર્થકતા આવા સંવેદનશીલ અભિગમમાં રહેલી છે, જે જામનગરના નગરજનો માટે પ્રેરણારૂપ બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande