જામનગરમાં હોળીના પર્વને લઈને સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઈવમાં 1325 વાહનો ચેક, 276 સામે પગલા
જામનગર, 05 માર્ચ (હિ.સ.) :શહેર-જિલ્લામાં હોળી- ધુળેટીના પર્વની શાંતિપુર્ણ માહોલમાં લોકો ઉજવણી કરે, તેમજ નશો કરી જાહેરમાં ઘુમનારાઓ સહિતના ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે હોળીના તહેવારમાં પોલીસ દ્વારા સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં
વાહન ચેકીંગ


જામનગર, 05 માર્ચ (હિ.સ.) :શહેર-જિલ્લામાં હોળી- ધુળેટીના પર્વની શાંતિપુર્ણ માહોલમાં લોકો ઉજવણી કરે, તેમજ નશો કરી જાહેરમાં ઘુમનારાઓ સહિતના ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે હોળીના તહેવારમાં પોલીસ દ્વારા સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં શહેર તથા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા જુદી જુદી ટીમો બનાવીને વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં 1325 વાહનોને ચેક કરવામાં આવ્યા હતા.

જેમાં એક વાહન ડીટેઈન કરવામાં આવ્યું છે. તેમજ 185 હેઠળ 1, હથિયારભંગના 6 તેમજ 281 અને 285 હેઠળ એક-એક કેસ કરવામાં આવ્યો છે. તેમજ ફોરવ્હીલ કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનના કેસ, ફ્રેન્સી નંબર પ્લેટવાળા મળીને કુલ 45 કેસ કરવામાં આવ્યા છે. તેમજ 221 વાહન ચાલકો પાસેથી રૂ.98,700 હાજર દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત VOC તથા ઈ-ચલણ દંડની 67,800ની પાવતીઓ આપવામાં આવી છે.

આ સ્પેશ્યલ ટ્રાફીક ડ્રાઈવ દરમિયાન પોલીસ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરનારા શંકાસ્પદ વાહન ચાલકોને પણ ચેક કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસના આ ચેકીંગથી વાહન ચાલકો ગલીઓમાં પકડી લીધી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande