
ગીર સોમનાથ, 08 માર્ચ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારની વડવીયાળા શ્રી જયશંકર એન ઠાકર હાઇસ્કુલમાં
વિદ્યાર્થીઓ માટ સાઇબર ક્રાઇમની સમજણ માટે
સાઇબર જાગૃતિ દિવસ અંતર્ગત ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારની વડવીયાળા જયશંકર એન ઠાકર હાઇસ્કુલમાં સાઇબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં હાજર શાળાના વિદ્યાર્થીઓને આઈ.ટી એક્સપર્ટએ સાયબર ક્રાઇમ અંગેની જાણકારી આપી તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને જાગૃત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ