NH-48 પર સિસોદ્રા નજીક બસ અને ટેન્કર વચ્ચે અથડામણ, 30થી વધુ મુસાફરો સુરક્ષિત
નવસારી, 08 માર્ચ (હિ.સ.): નેશનલ હાઈવે–48 પર સિસોદ્રા નજીક મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે બસમાં મુસાફરી કરતા 30થી વધુ મુસાફરોને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી અને તેઓ સુરક્ષિત બચી ગયા છે. પ્રાથમિક માહ
Navsari


નવસારી, 08 માર્ચ (હિ.સ.): નેશનલ હાઈવે–48 પર સિસોદ્રા નજીક મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે બસમાં મુસાફરી કરતા 30થી વધુ મુસાફરોને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી અને તેઓ સુરક્ષિત બચી ગયા છે.

પ્રાથમિક માહિતી મુજબ, ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી બસને અથડાવતાં આ ઘટના બની હતી. અથડામણ બાદ બસમાં થોડા સમય માટે ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું.

અકસાય બાદ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સ્થિતિ નિયંત્રણમાં લાવવા મદદ કરી હતી. સ્થાનિક સૂત્રો પ્રમાણે ટેન્કર ચાલક નશાની હાલતમાં હોવાની પણ ચર્ચા થઈ રહી છે.

ઘટનાની જાણ થતા જ વેસ્મા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande