મહેસુલ વિભાગ દ્વારા, ગાંધીનગરમા પોટલક ગેધરીંગનુ આયોજન કરાયું
ગાંધીનગર, 08 માર્ચ (હિ.સ.) : મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) જયંતિ રવિની પ્રેરણા અને નવીન પહેલ હેઠળ મહેસૂલ વિભાગના અધિકારીઓ માટે ગાંધીનગરમા પોટલક ગેધરીંગનું આયોજન કરાયું હતું. વધુમાં એક વિશેષ ''ટીમ બિલ્ડિંગ'' અને સ્નેહમિલન કાર્યક્રમનું આયો
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 08 માર્ચ (હિ.સ.) : મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) જયંતિ રવિની પ્રેરણા અને નવીન પહેલ હેઠળ મહેસૂલ વિભાગના અધિકારીઓ માટે ગાંધીનગરમા પોટલક ગેધરીંગનું આયોજન કરાયું હતું.

વધુમાં એક વિશેષ 'ટીમ બિલ્ડિંગ' અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં માત્ર વહીવટી ચર્ચાઓ જ નહીં, પરંતુ અધિકારીઓની સર્જનાત્મકતા અને ખેલદિલી ખીલે તે હેતુથી પેઇન્ટિંગ (ચિત્રકલા) અને વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વહીવટી કાર્યની વ્યસ્તતા વચ્ચે અધિકારીઓમાં માનસિક તાજગી અને પરસ્પર તાલમેલ વધારવા માટેનો આ એક સરાહનીય પ્રયાસ હતો.

આ કાર્યક્રમમાં રાહત કમિશનર આલોક પાંડે, સેટલમેન્ટ કમિશનર બીજલ શાહ તેમજ NDRFના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટીમ બિલ્ડિંગના ભાગરૂપે યોજાયેલી રમતગમતની સ્પર્ધાઓમાં અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી તેમની વચ્ચે 'ટીમ વર્ક'ની ભાવના પ્રબળ બની હતી. આ ઉપરાંત, પેઇન્ટિંગ એક્ટિવિટી દ્વારા કર્મચારીઓએ પોતાની કલાત્મક સૂઝ રજૂ કરી હતી. NDRFના અધિકારીઓ સાથે આપત્તિ વ્યવસ્થાપન અને મહેસૂલ તંત્ર વચ્ચેના સમન્વયને એક નવો આયામ આપ્યો હતો.

અધિક મુખ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, કલા અને રમતગમત માનવીને તણાવમુક્ત રાખી નવી ઉર્જા આપે છે, જે કાર્યક્ષમ વહીવટ માટે અનિવાર્ય છે. કાર્યક્રમના અંતે 'પોટલક' ભોજનનું આયોજન કરાયું હતું, જેમાં તમામ અધિકારીઓએ એકસાથે ભોજન લઈ સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમ દ્વારા મહેસૂલ વિભાગના અધિકારીઓએ, એક મજબૂત ટીમ તરીકે રાજ્યની જનતાની સેવા કરવા માટેનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande