પ્રધાનમંત્રી મોદી, આજે દિલ્હીવાસીઓને એક મોટી ભેટ આપશે; નવા પિંક અને મેજેન્ટા લાઇન કોરિડોર પર મેટ્રો કાર્યરત થશે
નવી દિલ્હી, 8 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે દિલ્હીના લોકોને એક મોટી ભેટ આપવા માટે તૈયાર છે. તેઓ બપોરે લગભગ 12 વાગ્યે આશરે ₹33,500 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે એક સભાને પણ સંબોધિત કરશે.
ભાજપ ના એક્સ હેન્ડલ પર પ્રધાનમંત્રીનો કાર્યક્રમ સચિત્ર


નવી દિલ્હી, 8 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે દિલ્હીના લોકોને એક મોટી ભેટ આપવા માટે તૈયાર છે. તેઓ બપોરે લગભગ 12 વાગ્યે આશરે ₹33,500 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે એક સભાને પણ સંબોધિત કરશે. એક સત્તાવાર પ્રકાશન અનુસાર, કાર્યક્રમ પહેલા, પ્રધાનમંત્રી સરોજિની નગરમાં જીપીઆરએ ટાઇપ-5 ક્વાર્ટર્સની મુલાકાત લેશે અને મહિલા ફાળવણીકારોને ચાવીઓ સોંપશે. દિલ્હી પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના એક્સ હેન્ડલ પર પ્રધાનમંત્રીના કાર્યક્રમનો સચિત્ર શેર કર્યો. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, આજનો દિવસ દિલ્હી માટે ખાસ છે.

સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રી આશરે ₹18,300 કરોડના દિલ્હી મેટ્રો પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી મોદી દિલ્હી મેટ્રોના બે નવા કોરિડોરનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આમાં આશરે 12.3 કિલોમીટર લાંબા મજલિસ પાર્ક-મૌજપુર બાબરપુર (પિંક લાઇન) કોરિડોર અને આશરે 9.9 કિલોમીટર લાંબા દીપાલી ચોક-મજલિસ પાર્ક (મેજેન્ટા લાઇન) કોરિડોરનો સમાવેશ થાય છે. આનાથી દિલ્હીના ઘણા વિસ્તારોને ફાયદો થશે, જેમાં બુરાડી, જગતપુર-વઝીરાબાદ, ખજુરી ખાસ, ભજનપુરા, યમુના વિહાર, મધુબન ચોક, હૈદરપુર બદલી મોર, ભલસ્વા અને મજલિસ પાર્કનો સમાવેશ થાય છે.

એક નિવેદન અનુસાર, વડા પ્રધાન મોદી દિલ્હી મેટ્રોના ફેઝ 5એ હેઠળ આશરે 16.10 કિલોમીટરના ત્રણ નવા કોરિડોરનો શિલાન્યાસ પણ કરશે. આ ત્રણ નવા કોરિડોર આરકે આશ્રમ માર્ગથી ઇન્દ્રપ્રસ્થ, એરોસિટીથી ઇન્દિરા ગાંધી એરપોર્ટ ટર્મિનલ-1 અને તુગલકાબાદથી કાલિંદી કુંજ છે. તેમના પૂર્ણ થવાથી નોઇડા, દક્ષિણ દિલ્હી અને એરપોર્ટ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે સુવિધા વધશે.

પ્રધાનમંત્રી જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન (જીપીઆરએ) રિડેવલપમેન્ટ સ્કીમ હેઠળ ₹15,200 કરોડના અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ્સ સરોજિની નગર, નેતાજી નગર, કસ્તુરબા નગર અને શ્રીનિવાસપુરી જેવા મુખ્ય સ્થળોએ સ્થિત છે. આ પ્રોજેક્ટ્સનો પુનર્વિકાસ એક નવીન સ્વ-નિર્ભર નાણાકીય મોડેલ દ્વારા કરવામાં આવ્યો છે. પુનર્વિકાસ યોજના સરકારી કર્મચારીઓ માટે 9,350 થી વધુ આધુનિક ફ્લેટ પૂરા પાડશે અને આશરે 4.8 મિલિયન ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ બનાવશે.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક્સ પર લખીને ખુશી વ્યક્ત કરી, આ પ્રોજેક્ટ્સ દિલ્હીના કનેક્ટિવિટીને નવી ગતિ આપશે. મુસાફરી ઝડપી, સરળ અને સુરક્ષિત બનશે. ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવાની સાથે, લાખો મુસાફરોને આધુનિક, વિશ્વ-સ્તરીય જાહેર પરિવહનની સુવિધા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande