અડધા કલાકમાં જ પરિવારના સભ્યોના આયુષ્યમાન કાર્ડ મળવાથી ખુબજ ખુશ
જૂનાગઢ 08 માર્ચ (હિ.સ.) ગુજરાત સરકાર દ્વારા નાગરિક પ્રથમ અભિગમને અનુલક્ષીને સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત જૂનાગઢ તાલુકાના વડાલ ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. સેવા સેતુ કાર્યક્રમથી વડાલ ગામના સુરેશભા
અડધા કલાકમાં જ પરિવારના સભ્યોના આયુષ્યમાન


જૂનાગઢ 08 માર્ચ (હિ.સ.) ગુજરાત સરકાર દ્વારા નાગરિક પ્રથમ અભિગમને અનુલક્ષીને સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત જૂનાગઢ તાલુકાના વડાલ ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

સેવા સેતુ કાર્યક્રમથી વડાલ ગામના સુરેશભાઈ જાદવના પરિવારને અડધાજ કલાકમાં આયુષ્યમાન કાર્ડ મળવાથી ખુબજ ખુશ થઈ ગુજરાત સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ કે આ કાર્યક્રમ થકી બધા નાગરીકોના સરકારી કામો ધર આંગણે જ સહેલાઈથી થઈ જાય છે અને ઓછા સમયમાં સરકારી સેવાઓનો લાભ મળી રહે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande