
જુનાગઢ, 08 માર્ચ (હિ.સ.) જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ગ્રામજનો એ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો આ તકે લાભાર્થી જમનભાઈ એ જણાવ્યુ હતુ કે, આ સેવાસેતુ કાર્યક્રમ થકી અમોને અને અમારા આજુબાજુના ગ્રામજનોને આવકના દાખલા , જાતિના દાખલા , હેલ્થ કાર્ડ , આયુષ્યમાન કાર્ડ તેમજ સરકારની અનેક યોજનાઓનો એકજ જગ્યા પર લાભ મળેલ છે. ગામના અરજદારો અને ગરીબ પરિવારો ને તાલુકા સુધી ન જવું પડે તે માટે આ કાર્યક્રમ ખૂબ સારો અને પ્રશંસનીય છે. આ તકે તેઓએ સરકારનો અને ઉપસ્થિત પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ