
ગીર સોમનાથ 12 એપ્રિલ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબ ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી સાહેબ ઉના વિભાગ ઉનાનાઓએ દ્વારા સુચના આપેલ, જે અનુસંધાને વર્તમાન સમયમાં વધતા જતા મોબાઇલ ખોવાઇ જવાના કે, ચોરી થવાના બનાવોમાં નાગરીકો પોતાના કિંમતી મોબાઇલ ફોન ગુમાવી દેતા હોઇ છે જેથી આવા ચોર અને શંકાસ્પદ ઇસમોને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા અને અરજદારના ગુમાવેલ મોબાઇલ શોધીને મુળ માલિકોને આપવવા સુચના આપેલ છે.
જે અન્વયે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી ઉના વિભાગ ઉનાનાઓની રાહબરી હેઠળ ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.કે.મોરી નાઓ સુચના મુજબ વર્તમાન સમયમાં જાહેર જનતાઓના મોબાઇલ ગુમ થવાના કે પડી જવાના અથવા ખોવાઇ જવાના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય જે અનુસંધાને જરૂરી કાર્યવાહી કરી અરજદારઓને તેમના મોબાઇલ પરત આપવવા કાર્યવાહી હાથ પરેલ.
જે અનવ્યે આ કામગીરી ખુબજ ખંત અને મહેનતથી કરતા સર્વલન્સ સ્કોર્ડના એ.એસ.આઇ.શાંતિલાલ વેલાભાઇ તથા એ.એસ.આઇ.જોરૂભા નારણભા તથા પો.કોન્સ.અનિલભાઈ ભુપતભાઈ તથા ઉના નાયબ પો.અધિ. સા. કચેરીમાં ફરજ બજવતા પો.હેડ કોન્સ દર્શિતભાઇ ભાણાભાઇ તથા આઇ.ટી. એક્સપર્ટ સેજલબેન લાખણોત્રાનાઓએ સંયુક્ત આ કામગીરીમાં જોડાઇ મોબાઇલો નંગ -૨૫ જેની કુલ કિ.રૂ.૪,૯૬,૨૪૨/-ના નિચે મુજબના શોધી આપી જે-તે સ્થિતિમાં મુળ માલીકને પરત સોપી આપી પ્રસંશનીય કામગીરી કરી : પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાર્થક કરેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ