ભારતના રાષ્ટ્રપતિ 13 થી 16 એપ્રિલ દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે
ગાંધીનગર, 12 એપ્રિલ (હિ.સ.) : ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 13 થી 16 એપ્રિલ, 2026 દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. 13 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ AIIMS રાજકોટના પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. 14 એપ્રિલના રોજ, રાષ્ટ્રપ
ફાઈલ ફોટો: રાષ્ટ્રપતિ


ગાંધીનગર, 12 એપ્રિલ (હિ.સ.) : ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 13 થી 16 એપ્રિલ, 2026 દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે.

13 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ AIIMS રાજકોટના પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

14 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ ડૉ. બી. આર. આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગરના લોક ભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’માં ઉપસ્થિત રહેશે. તે જ દિવસે, રાષ્ટ્રપતિ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.

15 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ AIIMS નાગપુરના બીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તે જ દિવસે, તેઓ નેશનલ એકેડેમી ઓફ ડાયરેક્ટ ટેક્સિસ, નાગપુર ખાતે ભારતીય મહેસૂલ સેવા (આવકવેરા) અધિકારી તાલીમાર્થીઓની 78મી બેચના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.

16 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ વર્ધા ખાતે મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલયના છઠ્ઠા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande