ટી.જે. હાઇસ્કૂલ મહેસાણા ખાતે, મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મહેસાણા, 12 એપ્રિલ (હિ.સ.) મહેસાણાની શ્રી ટી.જે. હાઇસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીના પર્વમાં વધુમાં વધુ લોકો જોડાય તે હેતુથી શાળામાં વિવિધ સર્જનાત્મક પ્રવૃત્
ટી.જે. હાઇસ્કૂલ મહેસાણા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો


મહેસાણા, 12 એપ્રિલ (હિ.સ.) મહેસાણાની શ્રી ટી.જે. હાઇસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીના પર્વમાં વધુમાં વધુ લોકો જોડાય તે હેતુથી શાળામાં વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ હતી.

કાર્યક્રમ અંતર્ગત નિબંધ લેખન, સિગ્નેચર કેમ્પેઈન અને ચિત્ર સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ દ્વારા, વિદ્યાર્થીઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવામાં આવી હતી. નિબંધ સ્પર્ધામાં ધોરણ 9 અને 11 ના કુલ 19 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ધોરણ 11 ના સુધીરકુમાર કે. ચાવડાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

સિગ્નેચર કેમ્પેઈન દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સાથે શિક્ષકો અને વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ, આગામી ચૂંટણીમાં અચૂક મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો. ઉપરાંત ચિત્ર સ્પર્ધામાં 11 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ધોરણ 11 ની કુરેશી અલ્ફીના આરીફભાઈ પ્રથમ રહી હતી.

શાળા પરિવાર દ્વારા વિજેતાઓને અભિનંદન પાઠવી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande