ઉંઝામાં સજા વોરંટનો આરોપી ઝડપી, પોલીસે નોંધપાત્ર કામગીરી કરી
મહેસાણા, 12 એપ્રિલ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સજા વોરંટના એક આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ
ઉંઝામાં સજા વોરંટનો આરોપી ઝડપી, પોલીસે નોંધપાત્ર કામગીરી કરી


મહેસાણા, 12 એપ્રિલ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સજા વોરંટના એક આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક મીલાપ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં સજા વોરંટ તથા પેરોલ જમ્પના આરોપીઓને પકડી પાડવા સુચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને ઉંઝા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમે સક્રિય કામગીરી કરી હતી.

પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે ઉંઝાના રામપુરા વિસ્તારમાં કોર્ડન કરીને વાઘરી સંજયભાઈ સુરેશભાઈને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે ફેમિલી કોર્ટ ઉંઝા દ્વારા જારી કરાયેલ સજા વોરંટ બાકી હતો. ધરપકડ બાદ આરોપીને ઉંઝા પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ અને તેને સબ જેલ મહેસાણા ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

આ કામગીરીમાં એ.એસ.આઈ રજનીકાંત બાબુલાલ, કોન્સ્ટેબલ ભરતભાઈ રાજાભાઈ અને જશવંતસિંહ બાબુજીનો મહત્વનો ફાળો રહ્યો હતો. પોલીસે આ કામગીરીને પ્રશંસનીય ગણાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande