મહેસાણા જિલ્લામાં ‘સ્વેપ’ અંતર્ગત, મતદાર જાગૃતિ અભિયાન તેજ
મહેસાણા, 12 એપ્રિલ (હિ.સ.) આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લામાં ‘સ્વેપ’ (SVAP) અંતર્ગત મતદાર જાગૃતિ માટે વ્યાપક કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી શાળા, કોલેજ તેમજ ગ્રામ્ય
મહેસાણા જિલ્લામાં ‘સ્વેપ’ અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન તેજ


મહેસાણા, 12 એપ્રિલ (હિ.સ.) આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લામાં ‘સ્વેપ’ (SVAP) અંતર્ગત મતદાર જાગૃતિ માટે વ્યાપક કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી શાળા, કોલેજ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

શાળા અને કોલેજ કક્ષાએ ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ લોકશાહી અને મતદાનનું મહત્વ વ્યક્ત કર્યું હતું. મતદાનનો સંદેશ વ્યાપક બનાવવા માટે રેલી અને સાયકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્યાંગ શાળાઓ સહિત વિવિધ સંસ્થાઓમાં સિગ્નેચર કેમ્પેઈન યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ભાગ લઈ અચૂક મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો. યુવા મતદારોને જાગૃત કરવા માટે કોલેજોમાં માર્ગદર્શન કાર્યક્રમો યોજાયા હતા.

ગ્રામ્ય વિસ્તારોમાં NSS દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું હતું. ખેરાલુ તાલુકાના મછાવા ગામે રાત્રિ નાટક દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ સમગ્ર અભિયાનથી જિલ્લામાં લોકશાહી પ્રત્યે જાગૃતિ વધતા ચૂંટણીમય માહોલ સર્જાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande