
નવી દિલ્હી, 12 એપ્રિલ (હિ.સ.) લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે દિલ્હીમાં 'રન ફોર આંબેડકર, રન ફોર સંવિધાન' મેરેથોનને લીલી ઝંડી બતાવી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ યુવાનોમાં બંધારણ અને ડૉ. ભીમરાવ આંબેડકરના વિચારો વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી શેર કરતાં કોંગ્રેસ પક્ષે માહિતી આપી હતી કે, મેરેથોનનું આયોજન પક્ષના અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા અન્ય પછાત વર્ગ વિભાગના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને યુવાનોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, બંધારણ ડૉ. ભીમરાવ આંબેડકરનો સંદેશ છે અને જો બંધારણ ન હોત તો આજનું ભારત આ સ્વરૂપમાં ન જોવા મળ્યું હોત. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભારતીય જનતા પાર્ટી બંધારણને નબળું પાડવા માંગે છે, જ્યારે કોંગ્રેસ બંધારણને મજબૂત અને સુરક્ષિત રાખવાનું લક્ષ્ય ધરાવે છે.
તેમણે કહ્યું કે, કોંગ્રેસ ઇચ્છે છે કે બંધારણનો સંદેશ દેશના દરેક ખૂણામાં પહોંચે અને દરેક નાગરિક તેનું મહત્વ સમજે. આ માટે યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર /પ્રશાંત શેખર/ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ