
સિલીગુડી, નવી દિલ્હી, 12 એપ્રિલ (હિ.સ.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં તૃણમૂલ કોંગ્રેસ (ટી.એમ.સી.) પર હુમલો કરતા કહ્યું કે, ચૂંટણી પછી મમતા સરકાર બંગાળમાંથી જવાની તૈયારીમાં છે. ટી.એમ.સી. હેઠળ પશ્ચિમ બંગાળની સ્થિતિ કથળી છે અને જનતાએ વર્ષોથી તેનો વિનાશ જોયો છે.
પશ્ચિમ બંગાળની મુલાકાતના બીજા દિવસે રવિવારે સિલીગુડી પહોંચેલા પ્રધાનમંત્રીએ દાર્જિલિંગ જિલ્લાની તમામ 5 બેઠકો અને જલપાઈગુડી જિલ્લાની તમામ 7 બેઠકો પર ભાજપના ઉમેદવારોને મત માંગ્યા હતા.
તેમણે આરોપ લગાવ્યો કે, ટી.એમ.સી. સરકારે મદરેસાઓ માટે 6000 કરોડ રૂપિયા ખર્ચ્યા પરંતુ રાજ્યના સર્વાંગી વિકાસ માટે કંઈ કર્યું નહીં. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર માત્ર તેની ચોક્કસ વોટ બેંક માટે કામ કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટી.એમ.સી. ના શાસન હેઠળ પશ્ચિમ બંગાળની સ્થિતિ કથળી છે અને જનતાએ વર્ષોથી તેનો વિનાશ જોયો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં મમતા સરકારે 15 વર્ષ સુધી હિસાબ આપવો પડશે.
પોતાના રોડ શોનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, જનતાએ તેમને જે પ્રેમ અને સમર્થન આપ્યું છે તે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે દાવો કર્યો હતો કે, તેમની સિલીગુડી રેલી ટીએમસીની ઊંઘ હરામ કરી દેશે.
હિન્દુસ્થાન સમાચાર /પ્રશાંત શેખર/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ