બેંગલુરુ અને મુંબઈ વચ્ચે નવી વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવામાં આવશે
નવી દિલ્હી, 12 એપ્રિલ (હિ.સ.) રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે, બેંગલુરુ અને મુંબઈ વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપી છે. રેલવે મંત્રીએ સાંસદ પી. સી. મોહનને પત્ર લખીને મંજૂરીની જાણ કરી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, કર્ણાટકના કેએસ
વંદે ભારત ટ્રેન


નવી દિલ્હી, 12 એપ્રિલ (હિ.સ.) રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે, બેંગલુરુ અને મુંબઈ વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપી છે.

રેલવે મંત્રીએ સાંસદ પી. સી. મોહનને પત્ર લખીને મંજૂરીની જાણ કરી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, કર્ણાટકના કેએસઆર બેંગલુરુ સ્ટેશનથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ સુધી વંદે ભારત સ્લીપર ટ્રેન ચલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

એવી અપેક્ષા છે કે, નવી ટ્રેન સેવા આવતા મહિને શરૂ થઈ શકે છે. તેનાથી દક્ષિણ અને પશ્ચિમ ભારત વચ્ચે જોડાણ મજબૂત થશે. ઉપરાંત, મુસાફરોને આધુનિક સુવિધાઓથી સજ્જ સ્લીપર કોચમાં આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે.

હિન્દુસ્થાન સમાચાર /અનુપ શર્મા/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande