સમી-હારીજ હાઈવે પર ગંભીર અકસ્માત: એકનું મોત, ચાર ઇજાગ્રસ્ત
પાટણ, 12 એપ્રિલ (હિ.સ.)પાટણ જિલ્લાના સમી નજીક સમી-હારીજ હાઈવે પર 12 એપ્રિલ, 2016ના રોજ ‘આઈશ્રી હોટલ’ સામે ઈક્કો અને છોટા હાથી વચ્ચે જોરદાર ટક્કર થતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બે બાળકો સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે ઇજાગ
સમી-હારીજ હાઈવે પર ગંભીર અકસ્માત: એકનું મોત, ચાર ઇજાગ્રસ્ત


પાટણ, 12 એપ્રિલ (હિ.સ.)પાટણ જિલ્લાના સમી નજીક સમી-હારીજ હાઈવે પર 12 એપ્રિલ, 2016ના રોજ ‘આઈશ્રી હોટલ’ સામે ઈક્કો અને છોટા હાથી વચ્ચે જોરદાર ટક્કર થતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બે બાળકો સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સમી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે પાટણ રીફર કરવામાં આવ્યા હતા.

મૃતકના મૃતદેહને પણ સમી CHC ખાતે લાવવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં સમી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande