વલસાડમાં મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો: આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો
વલસાડ, 12 એપ્રિલ (હિ.સ.) વલસાડ સીટી વિસ્તારમાં બનેલી મોટરસાયકલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી વલસાડ સીટી પોલીસએ આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, તા. 09/04/2026ના રોજ બજરંગ ઓટો સેન્ટર સામે, પાવર હાઉસ પાસે ફરીયાદીએ પોતાની હીરો હોન્ડા
આરોપી બસંત રાજકુમાર ચક્રવતી અને વલસાડ સીટી પોલીસ ટીમ.


વલસાડ, 12 એપ્રિલ (હિ.સ.) વલસાડ સીટી વિસ્તારમાં બનેલી મોટરસાયકલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી વલસાડ સીટી પોલીસએ આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, તા. 09/04/2026ના રોજ બજરંગ ઓટો સેન્ટર સામે, પાવર હાઉસ પાસે ફરીયાદીએ પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ (નં. GJ-15-BD-5131) પાર્ક કરી નોકરીએ ગયેલ હતો, પરંતુ નોકરી પરથી પરત ફરતા તેની બાઈક ત્યાંથી ગાયબ જણાઈ હતી અને અજાણ્યા ઈસમ દ્વારા ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ અંગે વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ ઇન્સપેક્ટર એચ.આર. વાળા ના માર્ગદર્શન હેઠળ, PSI એ.બી. ગોહીલ તથા સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે વલસાડ જિલ્લામાં લગાવાયેલા 150થી વધુ CCTV કેમેરા ચેક કરી બાઈકની હિલચાલ ટ્રેસ કરી હતી, જેના આધારે ધરમપુર ચોકડી, અતુલ અને વલસાડ સીટી વિસ્તારમાં શંકાસ્પદ મૂવમેન્ટ સામે આવ્યું હતું.

ત્યારબાદ તા. 10/04/2026ના રોજ મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે ધરમપુર ચોકડી રોડ પરથી, આરોપી બસંત રાજકુમાર ચક્રવતી (ઉ.વ. 30), હાલ રહે પંચલાઈ ગામ, પારડી, જી. વલસાડ તથા મૂળ રહે જબલપુર, મધ્યપ્રદેશને ચોરી કરેલી બાઈક સાથે ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા આરોપી પાસેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઈક (કી.રૂ. 30,000) તેમજ એક મોબાઈલ ફોન (કી.રૂ. 5,000) મળી કુલ રૂ. 35,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી તા. 13/04/2026 સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સપેક્ટર આર.એચ. વાળા, PSI એ.બી. ગોહીલ અને ટીમ દ્વારા સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande