
વલસાડ , 12 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) દ્વારા 24 વર્ષ જૂના અપહરણ અને બળાત્કારના ગંભીર ગુનામાં, નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપી ગુનો બન્યો તે સમયે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં ગંભીર ગુનાઓમાં નાસતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચાલી રહેલા અભિયાન અંતર્ગત LCB વલસાડની ટીમ સક્રિય બની હતી.
તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં 24 વર્ષ બાદ અપહરણ-બળાત્કાર કેસમાં આરોપી ઝડપાયો નોંધાયેલા ગુનાહિત કેસ નં. 102/2002 (IPC કલમ 363, 366, 376, 114)માં છેલ્લા 24 વર્ષથી નાસતા ફરતા આરોપીને, વાપી વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો.
પુછપરછ દરમિયાન ખાતરી થઈ કે, ગુનો બન્યો તે સમયે આરોપી નાબાલિગ હતો, જેથી તેના વિરુદ્ધ કાયદાકીય જોગવાઇ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી LCB વલસાડની ટીમ દ્વારા સુચિત, આયોજન અને ટીમ વર્કના આધારે સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha