અર્હમ યુવા સુરેન્દ્રનગર જિલ્લામાં ઝુપડ પટ્ટી ના બાળકોને ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા.
ભાવનગર, 14 એપ્રિલ (હિ.સ.)રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ ભાવનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના 3550થી વધુ ઝૂંપડપટ્ટીના બાળકોને ઉનાળાના ઘોમધખતા તડકામાં સ્લીપર અર્પણરાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુન
ચપ્પલ વિતરણ


ભાવનગર, 14 એપ્રિલ (હિ.સ.)રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ ભાવનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના 3550થી વધુ ઝૂંપડપટ્ટીના બાળકોને ઉનાળાના ઘોમધખતા તડકામાં સ્લીપર અર્પણરાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી દેશ -વિદેશમાં માનવ સેવા અને જીવદયાના અનેક પ્રકલ્પો ચાલે છે તે અંતર્ગત અર્હમ યુવા સેવા ગ્રુપ, ભાવનગર દ્વારા ઉનાળામાં જ્યારે ગરમી દિવસે દિવસે વધી રહી છે ત્યારે ઉનાળાના આ ધોમધખતા તડકામાં જિલ્લાના લીમડી ગામમાં નાની કઠેચી સ્કૂલ, મોટી કઠેચી સ્કૂલ, રાણાગઢ સ્કૂલ આસપાસ ઝુંપડપટ્ટીના અંદાજે 3550 જેટલાં બાળકોને સ્લીપર અર્પણ કરી તેઓને શાતા પમાડવાનો એક પ્રયત્ન કરવામાં આવેલ.માનવતાના આ સત્કાર્ય માટે સવીતાબેન જ્યંતિલાલ છગનલાલ કોઠારી પરિવારનો સહયોગ પ્રાપ્ત થયેલ અને અર્હમ ગ્રુપ ભાવનગરના સેવકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ. આ ઉપરાંત ઉનાળાની કાળઝાળ ગરમીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્રમાં અલગ અલગ ક્ષેત્રોમાં નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્રોની હાલ શરૂઆત થઇ ગયેલ છે, જેના દ્વારા સેકંડો ભાવિકો શીતળ છાસ દ્વારા તરસ છીપાવાનો ભગીરથ પુરુષાર્થ કરવામાં આવી રહ્યો છે. છાસ વિતરણ હજી અનેક ક્ષેત્રોમાં શરૂ થવા જઈ રહેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande