કોંગ્રેસે આંબેડકરને વિશેષ સન્માનથી વંચિત રાખ્યા - નીતિન નવીન
નવી દિલ્હી, 14 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને, મંગળવારે કોંગ્રેસ પર હંમેશા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો અને તેમને વિશેષ સન્માનથી વંચિત રાખવાનો આરોપ લગાવ્યો હતો. નીતિન નવીન, અહીં પાર્ટી મુખ્યાલયમા
ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન


નવી દિલ્હી, 14 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને, મંગળવારે કોંગ્રેસ પર હંમેશા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો અને તેમને વિશેષ સન્માનથી વંચિત રાખવાનો આરોપ લગાવ્યો હતો.

નીતિન નવીન, અહીં પાર્ટી મુખ્યાલયમાં ડૉ. આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. નીતિન નવીને કહ્યું હતું કે, આઝાદીના 60 વર્ષ સુધી કોઈ ચોક્કસ પરિવાર સિવાય અન્ય કોઈને સન્માન ન આપવાની માનસિકતા હતી. બંધારણના ઘડવૈયાઓને દાયકાઓ સુધી યોગ્ય સન્માન આપવામાં આવ્યું ન હતું. પંડિત નેહરુએ, 1952 અને 1954ની ચૂંટણીમાં બાબાસાહેબને હરાવવા અને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો. મતદાર યાદીમાં છેડછાડ કરીને તેમને રોકવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા

નહેરુ-ગાંધી પરિવારે પોતાને ભારત રત્ન આપ્યું, પણ બાબાસાહેબને આ સન્માનથી વંચિત રાખ્યા, પરંતુ હું માનું છું કે તે યુગ પછી જ્યારે વાજપેયી સરકાર આવી ત્યારે તેમણે ડૉ. આંબેડકરને ભારત રત્ન આપવાનું કામ કર્યું હતું. પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ માત્ર આ વૈચારિક વારસાને જ આગળ વધાર્યો નહીં, પરંતુ 'પંચતીર્થ' ની સ્થાપના કરીને તેમના જીવન દર્શનને વૈશ્વિક માન્યતા પણ આપી. વર્તમાન સરકારે ડૉ. આંબેડકર સાથે સંકળાયેલા તમામ પાંચ મુખ્ય સ્થળોને રાષ્ટ્રીય ગૌરવનું કેન્દ્ર બનાવીને તેમના અનુયાયીઓ અને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે

તેમણે કહ્યું કે, ડૉ. આંબેડકરનું આખું જીવન સામાજિક સુધારા, શિક્ષણ અને સમાજના દરેક વર્ગની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સમર્પિત હતું. બાબાસાહેબે બંધારણ દ્વારા મહિલાઓને અધિકારો આપ્યા અને સમાજના છેલ્લા પુરુષનો અવાજ ઉઠાવ્યો. આજે પ્રધાનમંત્રી મોદી પોતાના આદર્શો અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના 'અન્ત્યોદય' ના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે. નીતિન નવીને કહ્યું કે આંબેડકરના આદર્શો આજે પણ સુસંગત છે. સમાજના દરેક વર્ગને અવાજ આપવા માટે તેમણે જે કામ કર્યું તે આજે સમાજના દરેક વર્ગને ચોક્કસપણે પ્રેરણા આપે છે.

હિન્દુસ્થાન સમાચાર /શ્રદ્ધા દ્વિવેદી/પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande