બિહારના મુખ્યમંત્રી પદેથી નીતીશકુમારે રાજીનામું આપ્યું, રાજકારણમાં 20 વર્ષથી વધુ લાંબા 'નીતીશ યુગ' નો અંત આવ્યો
પટના, નવી દિલ્હી, 14 એપ્રિલ (હિ.સ.) બિહારના રાજકારણમાં મોટો ફેરફાર થયો છે. નીતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે લગભગ 20 વર્ષ અને 5 મહિના લાંબો ''નિતીશ યુગ'' સમાપ્ત થઈ ગયો છે. ''સુશાસન બાબુ'' તરીકે ઓળખાતા નિતી
નીતીશ કુમાર


પટના, નવી દિલ્હી, 14 એપ્રિલ (હિ.સ.) બિહારના રાજકારણમાં મોટો ફેરફાર થયો છે. નીતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે લગભગ 20 વર્ષ અને 5 મહિના લાંબો 'નિતીશ યુગ' સમાપ્ત થઈ ગયો છે.

'સુશાસન બાબુ' તરીકે ઓળખાતા નિતીશ કુમારનો જન્મ, 1 માર્ચ 1951ના રોજ પટણાના બખ્તિયારપુરમાં થયો હતો. નિતીશ કુમારના પિતા સ્વર્ગીય રામ લખન સિંહ એક સ્વતંત્રતા સેનાની અને જાણીતા ગાંધીવાદી નેતા હતા. તેમણે બિહાર કોલેજ ઓફ એન્જિનિયરિંગ (હવે એન.આઈ.ટી. પટના) માંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. તેમના રાજકીય વિચારો સમાજવાદી વિચારધારાથી ખૂબ પ્રભાવિત હતા, જે તેમને મહાન નેતાઓ રામ મનોહર લોહિયા, જયપ્રકાશ નારાયણ અને વિશ્વનાથ પ્રતાપ સિંહની નિકટતાથી મળી હતી.

તેમણે 1974 થી 1977 સુધી જેપી ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આ આંદોલને તેમનામાં સમાજવાદનો મજબૂત પાયો નાખ્યો હતો અને તેમણે પોતાના રાજકીય જીવન માટે આ માર્ગ પસંદ કર્યો હતો.

નીતીશ કુમારે 1985માં બિહાર વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે પ્રવેશ કર્યો હતો. તેમની રાજકીય પ્રતિભાને કારણે, તેમને 1987માં યુવા લોક દળના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 1989માં તેઓ જનતા દળના મહાસચિવ અને નવમી લોકસભાના સભ્ય બન્યા હતા. તેઓ 1989થી 2004 સુધી સતત બરહ લોકસભા બેઠક પરથી જીત્યા હતા.

તેમણે કેન્દ્ર સરકારમાં મહત્વની જવાબદારીઓ પણ નિભાવી હતી. તેમના પ્રથમ કાર્યકાળમાં તેઓ કેન્દ્રીય રાજ્ય મંત્રી બન્યા હતા અને બાદમાં 2001થી 2004ની વચ્ચે રેલવે મંત્રી તરીકે પણ સેવા આપી હતી.

બિહારની જનતાએ તેમને અત્યાર સુધીમાં સાત વખત મુખ્યમંત્રી બનાવ્યા છે. તેમણે સૌપ્રથમ માર્ચ 2000માં મુખ્યમંત્રીનો હોદ્દો સંભાળ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે વહીવટ, રસ્તાઓ, શિક્ષણ અને કાયદો અને વ્યવસ્થા જેવા ઘણા ક્ષેત્રોમાં સુધારા કર્યા, જેનાથી તેમને સુશાસન બાબુ નું ઉપનામ મળ્યું

દેશના વરિષ્ઠ અને કાર્યક્ષમ નેતાઓની યાદીમાં નીતીશનું નામ મુખ્યત્વે છે. નીતીશકુમારને તેમની રાજકીય શુદ્ધતા, જાહેર સક્રિયતા અને કાર્યક્ષમ વહીવટ માટે અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમાં ફોર્બ્સ ઇન્ડિયન પર્સન ઓફ ધ યર એવોર્ડ, જેપી સ્મારક એવોર્ડ, ઇકોનોમિક ટાઇમ્સ બિઝનેસ રિફોર્મર ઓફ ધ યર, પોલિયો ઇરેડિકેશન ચેમ્પિયનશિપ એવોર્ડ, સફળ મદ્યપાન માટે અનુવ્રત સન્માન, એનડીટીવી ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડ વગેરેનો સમાવેશ થાય છે.

બિહારના રાજકારણમાં પોતાની ઓળખ સ્થાપિત કરનારા નિતીશ કુમાર હવે ઉપલા ગૃહ રાજ્યસભાના માધ્યમથી પોતાની રાજકીય કારકિર્દીના આગામી તબક્કામાં નવી ભૂમિકા ભજવી શકે છે. તેમના રાજીનામાને રાજ્યના રાજકારણમાં એક નવા પ્રકરણની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર /ગોવિંદ ચૌધરી/ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande