અલગ અલગ પ્રકારના ધારદાર અને તિક્ષ્ણ હથિયારો(અસ્ત્ર, શસ્ત્ર) સાથે એક ઇસમને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 14 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે લોક માનસ ઉપર ભય અને ખોટી દહેશત ફેલાવવા અથવા વન્ય પ્રાણી/પશુ/પંખી વિગેરેનો શિકાર કરવા કે,શારિરીક હિંસામાં ઉપયોગ થાય તેવા ગે.કા. રીતે હથિયાર રાખનાર ઇસમોને પકડી પ
અલગ અલગ પ્રકારના ધારદાર અને તિક્ષ્ણ હથિયારો(અસ્ત્ર, શસ્ત્ર) સાથે એક ઇસમને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ, 14 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે લોક માનસ ઉપર ભય અને ખોટી દહેશત ફેલાવવા અથવા વન્ય પ્રાણી/પશુ/પંખી વિગેરેનો શિકાર કરવા કે,શારિરીક હિંસામાં ઉપયોગ થાય તેવા ગે.કા. રીતે હથિયાર રાખનાર ઇસમોને પકડી પાડવા જુનાગઢ રેન્જ નાથબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક નાઓએ સુચના કરેલ હતી.

જે અનુંસંધાને ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષ એમ.એફ.ચૌધરી ઉના વિભાગ, ઉના નાઓની રાહબરી હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એન.વી.હરિયાણી નાઓની સુચનાથી કોડીનાર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. પ્રફુલભાઇ જેસીંગભાઇ તથા એ.એસ.આઇ. પ્રદિપસિંહ રાયજાદા તથા પો.હેડ કોન્સ.મુકેશભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ.કૌશિકસિંહ અરશીભાઇ તથા પો.કોન્સ.દોલુભાઈ મનુભાઈ એ રીતેના સર્વેલન્સ સ્ટાફના માણસો કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન નીચે જણાવેલ ઇસમને અલગ અલગ પ્રકારના શારિરીક હિંસક હથિયારો (અસ્ત્ર, શસ્ત્ર) સાથે કોડીનાર, ભારતગેસ ગોડાઉન પાછળ જાહેર જગ્યા માંથી પકડી પાડી આરોપી વિરૂધ્ધ કોડીનાર પોલીસ સ્ટેશનમાં જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો, રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીનું નામ:-

પદુભાઇ માવજીભાઇ મંદુરીયા રહે.કોડીનાર

કબ્જે કરેલ હથિયાર-

(૧) છરી નંગ-૦૨ કી.રૂા ૫૦/-

(૨) લોખંડના ભાલુ-બરસી નંગ-૦૩.કી.રૂા.૩૦૦/-

(૩) ધારયુ નંગ ૦૧.કી.રૂા ૧૦૦/-

(૪) ફાઇબરની લાકડી જેમાં બન્ને છેડે ધાતુના કવર ચડાવેલ નંગ ૦૧.કી.રૂ.૦૦/૦૦

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande