પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની જાણ નહી કરતા મકાન માલીક વિરૂધ્ધ કડક કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ
પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની જાણ નહી કરતા મકાન માલીક વિરૂધ્ધ કડક કાર્યવાહી
પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની જાણ નહી કરતા મકાન માલીક વિરૂધ્ધ કડક કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ 14 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લામાં મકાન ભાડે આપનાર મકાન માલીકોને ભાડુઆત અંગેની માહિતી સબંધિત પોલીસ સ્ટેશન ખાતે પુરી પાડવા અંગે અધિક જીલ્લા મેજી.સા. ગીર સોમનાથ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરાવવા માટે રાજેન્દ્રસિંહ ચુડાસમા નાયબ પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગ, જુનાગઢનાઓ તથા જયદિપસિંહ જાડેજા , પોલીસ અધિક્ષક ગીર સોમનાથ નાઓએ કરેલ સુચના મુજબ,

ઉપરોકત સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાનાઓના માર્ગદર્શન અનુસાર તા.૧૩/૦૪/૨૦૨૬ ના રોજ એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ. સુવા નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના પો.હેડ.કોન્સ. અનિરુધ્ધસિંહ જયવંતસિંહ, વિપુલભાઇ ટીટીયા તથા પો.કોન્સ. કૈવાશસિંહ જેશાભાઈ તથા નંદિમભાઈ શેરમહમદ તથા મહાવીરસિંહ મંગલસિંહએ રીતેના પો.સ્ટાફના માણસો સ્થાનીક સ્વરાજય ચુંટણી-૨૦૨૬ અન્વયે વેરાવળ સીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન તેઓની સંયુકત બાતમી આધારે વેરાવળ જલારામ નગર રેલવે ફાટક પાસે મકબુલ પાન પાસે એક મકાનમા તપાસ કરતા નીચે જણાવેલ મકાન માલક પોતાની માલીકીનું રહેણાંક મકાન છેલ્લા દોઢેક વર્ષથી ભાડે આપી ભાડુંઆત અંગેની સબંપીત પોલીસ સ્ટેશન જાણ નહી કરતા મકાન માલીક વિરૂધ્ધ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ અંગેનો ગુન્હો રજી. કરાવી તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ

મકાન માલીકનું નામ

> ઇસ્માઇલભાઈ ઇબ્રાહિમખેરાણી વેરાવળ

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande