
કચ્છ, 14 એપ્રિલ (હિ.સ.) કચ્છ જિલ્લાના આદિપુર વિસ્તારમાં છેતરપીંડીના ગુનામાં છેલ્લા છ મહિના થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આદિપુર પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસ દ્વારા માનવ સૂત્રો (હ્યુમન સોર્સીસ) અને આધુનિક ટેક્નિકલ સર્વેલન્સના ઉપયોગથી આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો.
માહિતી મુજબ, આદિપુર પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી.વાળા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ. ડુવા સહિતની ટીમે સંકલિત પ્રયાસો કર્યા હતા. મળેલી ગુપ્ત માહિતીના આધારે આરોપી જયદિપ સુરેશભાઈ કપતા રહે. ગાંધીધામ, ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપી વિરુદ્ધ આદિપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કલમ 316 (2 ), 318 (4 ), 296 (બી) અને 351 (3 ) મુજબ ગુનો નોંધાયેલો હતો. આરોપી છેલ્લા છ મહિના થી પોલીસને ચકમો આપી ફરાર હતો, પરંતુ પોલીસની સતત દેખરેખ અને ટેક્નિકલ તપાસના કારણે આખરે તેને કાયદાની જાળમાં લાવવામાં આવ્યો છે.આદિપુર પોલીસની આ કામગીરીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. હાલ પોલીસે આરોપી સામે વધુ પૂછપરછ શરૂ કરી છે અને ગુનાની વધુ વિગતો બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar