હોર્મુઝની અમેરિકી નાકાબંધી વચ્ચે ભારતને મોટી રાહત, એલ.પી.જી. ટેન્કર જગ વિક્રમ કંડલા પહોંચ્યું
નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.) ભારતીય એલપીજી ટેન્કર જગ વિક્રમ, હોર્મુઝની સમુદ્રધુનીમાં ચાલી રહેલા અમેરિકી નાકાબંધી વચ્ચે ભારત પહોંચવામાં સફળ રહ્યું. 20,400 મેટ્રિક ટન એલપીજી વહન કરતું ટેન્કર આજે ગુજરાતના કંડલા બંદર પર પહોંચ્યું હતું. અમેરિકા અને ઈરા
ભારતીય એલપીજી ટેન્કર જગ વિક્રમ, કંડલા પહોંચ્યું


નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.) ભારતીય એલપીજી ટેન્કર જગ વિક્રમ, હોર્મુઝની સમુદ્રધુનીમાં ચાલી રહેલા અમેરિકી નાકાબંધી વચ્ચે ભારત પહોંચવામાં સફળ રહ્યું. 20,400 મેટ્રિક ટન એલપીજી વહન કરતું ટેન્કર આજે ગુજરાતના કંડલા બંદર પર પહોંચ્યું હતું. અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયા માટે કામચલાઉ યુદ્ધવિરામની જાહેરાત થયા પછી હોર્મુઝની સમુદ્રધુની પાર કરનાર આ પ્રથમ ભારતીય જહાજ છે.

એલપીજી ટેન્કર જગ વિક્રમ 11 એપ્રિલે હોર્મુઝની સમુદ્રધુનીમાંથી પસાર થવામાં સફળ રહ્યું હતું. માર્ચની શરૂઆતથી હોર્મુઝના પશ્ચિમ ભાગમાંથી પસાર થનાર ભારતનું આ નવમું જહાજ છે. પશ્ચિમ એશિયામાં તણાવ ફાટી નીકળ્યો તે પહેલાં, હોર્મુઝની સમુદ્રધુનીની આસપાસ 28 ભારતીય જહાજો હતા, જેમાંથી 24 તેની પશ્ચિમ બાજુએ હતા, જ્યારે ચાર પૂર્વ બાજુએ ફસાયેલા હતા.

ઈરાન અને અમેરિકા વચ્ચે બે સપ્તાહનો કામચલાઉ યુદ્ધવિરામ શરૂ થયો તે પહેલાં આઠ ભારતીય જહાજો હોર્મુઝની સમુદ્રધુનીના પશ્ચિમ ભાગમાંથી સફળતાપૂર્વક નીકળી ગયા હતા. એ જ રીતે, પૂર્વ બાજુના બે ભારતીય જહાજો પણ સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા હતા. હવે એલપીજી ટેન્કર જગ વિક્રમને પણ હોર્મુઝની સમુદ્રધુનીના પશ્ચિમ ભાગમાંથી બહાર કાઢવામાં આવ્યું છે અને તે સુરક્ષિત રીતે ભારત પહોંચી ગયું છે. જો કે, ઘણા ભારતીય જહાજો હજુ પણ હોર્મુઝની સમુદ્રધુનીની આસપાસ ફસાયેલા છે. એ જ રીતે, મોટી સંખ્યામાં વિદેશી જહાજો પણ ફારસી અખાતમાં અટવાઇ ગયા છે, જે પહેલાની જેમ હોર્મુઝની સામુદ્રધુની ખોલવાની રાહ જોઈ રહ્યા છે.

ભારત તેની પેટ્રોલિયમ પેદાશોની જરૂરિયાતો માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે. ભારત તેની કાચા તેલની જરૂરિયાતનો લગભગ 88 ટકા હિસ્સો આંતરરાષ્ટ્રીય બજારમાંથી આયાત કરે છે. એ જ રીતે, દેશની કુદરતી ગેસની જરૂરિયાતનો લગભગ 50 ટકા અને એલપીજીનો લગભગ 60 ટકા હિસ્સો પણ આયાત થાય છે. અખાતી દેશોમાંથી કાચા તેલ અને ગેસનો મોટાભાગનો પુરવઠો હોર્મુઝની સમુદ્રધુનીમાંથી પસાર થાય છે, પરંતુ પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફાટી નીકળ્યા પછી આ માર્ગ લગભગ અટકી ગયો છે. તેના કારણે ભારતમાં એલપીજીના પુરવઠાને પણ ઘણી હદ સુધી અસર થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર /યોગિતા પાઠક/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande