ઝવેરી બજારમાં સોનું મોંઘું થયું, ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો
નવી દિલ્હી, 17 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક ઝવેરી બજારમાં આજે શરૂઆતી કારોબાર દરમિયાન સોનાના ભાવમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. જોકે, આજના કારોબારમાં ચાંદીમાં નજીવી નરમાઈ જોવા મળી છે. શરૂઆતી કારોબારમાં સોનું 200 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 220 રૂપિયા
સોના-ચાંદી


નવી દિલ્હી, 17 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક ઝવેરી બજારમાં આજે શરૂઆતી કારોબાર દરમિયાન સોનાના ભાવમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. જોકે, આજના કારોબારમાં ચાંદીમાં નજીવી નરમાઈ જોવા મળી છે. શરૂઆતી કારોબારમાં સોનું 200 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી મોંઘું થયું છે. બીજી તરફ, ચાંદીની કિંમતમાં આજે શરૂઆતી કારોબાર દરમિયાન 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધીનો સાંકેતિક ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ફિઝિકલ ગોલ્ડ 0.63 ટકાના વધારા સાથે 4,809.16 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચ્યું છે. તેવી જ રીતે ચાંદી પણ આજે 79.61 ડોલર પ્રતિ ઔંસની કિંમતે વેચાઈ રહી છે.

સ્થાનિક ઝવેરી બજારમાં કિંમતમાં આવેલા ઉછાળાને કારણે દેશના મોટાભાગના ઝવેરી બજારોમાં 24 કેરેટ સોનું આજે 1,55,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,56,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. જ્યારે 22 કેરેટ સોનું આજે 1,42,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,43,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં આવેલી નરમાઈને કારણે આ ચમકતી ધાતુ આજે દિલ્હી ઝવેરી બજારમાં 2,69,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે વેચાઈ રહી છે.

દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું 1,55,730 પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 1,42,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું 1,55,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,42,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે અમદાવાદમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 1,55,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 1,42,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.

આ મુખ્ય શહેરો ઉપરાંત ચેન્નાઈમાં 24 કેરેટ સોનું આજે 1,56,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે અને 22 કેરેટ સોનું 1,43,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે કોલકાતામાં 24 કેરેટ સોનું 1,55,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,42,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. ભોપાલમાં 24 કેરેટ સોનાની કિંમત 1,55,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,42,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

લખનૌના ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું આજે 1,55,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે અને 22 કેરેટ સોનું 1,42,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. પટનામાં 24 કેરેટ સોનાની કિંમત 1,55,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,42,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. જયપુરમાં 24 કેરેટ સોનું 1,55,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,42,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

દેશના અન્ય રાજ્યોની જેમ કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના ઝવેરી બજારોમાં પણ આજે સોનાના ભાવમાં મજબૂતીનું વલણ જોવા મળી રહ્યું છે. આ ત્રણેય રાજ્યોની રાજધાનીઓ બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં 24 કેરેટ સોનું 1,55,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. તેવી જ રીતે આ ત્રણેય શહેરોના ઝવેરી બજારોમાં 22 કેરેટ સોનું 1,42,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande