વડાપ્રધાન મોદીએ, તહેવારોના અવસર પર ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો....
નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશભરમાં ઉજવવામાં આવતા વિવિધ તહેવારોના અવસર પર ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે,” ઉત્સાહ અને ઉલ્લાસથી ભરેલા આ તહેવારોની વચ્ચે દેશ તેમના મહેનતુ ખેડૂત ભા
લસદ


નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.) વડાપ્રધાન

નરેન્દ્ર મોદીએ, દેશભરમાં ઉજવવામાં આવતા વિવિધ તહેવારોના અવસર પર ખેડૂતોનો આભાર

વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે,” ઉત્સાહ અને ઉલ્લાસથી ભરેલા આ તહેવારોની વચ્ચે

દેશ તેમના મહેનતુ ખેડૂત ભાઈઓ અને બહેનોનો આભારી છે, જેઓ આખા રાષ્ટ્રનું પોષણ કરે છે.”

બુધવારે, વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર સંસ્કૃત કહેવત

શેર કરીને ખેડૂતોના યોગદાન પર પ્રકાશ પાડતા તેમણે લખ્યું હતું કે,

इत्थं फलति शुद्धेन सिक्तं सङ्कल्पवारिणा।

पुण्यबीजमपि स्वल्पं पुंसां कृषिकृतामिव॥

આ સૌમ્યોક્તિનો અર્થ સમજાવતા વડાપ્રધાન એ કહ્યું હતું કે,”જે રીતે ખેડૂત

દ્વારા વાવવામાં આવેલા નાના બિયારણને યોગ્ય સમયે સિંચાઇ કરવામાં આવે તો બમ્પર પાક

મળે છે, તેવી જ રીતે

શુદ્ધ સંકલ્પ અને પ્રયાસ સાથે એક નાની શરૂઆત મોટી સફળતામાં ફેરવાઈ શકે છે.”

પોતાના સંદેશમાં વડાપ્રધાન એ પુનરોચ્ચાર કર્યો હતો કે,”

દેશના વિવિધ ભાગોમાં ઉજવવામાં આવતા તહેવારોના આ સમયમાં ખેડૂતોની મહેનતનું સ્મરણ

અને સન્માન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.”

હિન્દુસ્થાન સમાચાર/માધવી ત્રિપાઠી/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande