
નવી દિલ્હી, 15 એપ્રિલ ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને, તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં બસ અકસ્માત વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.
વડા પ્રધાન કાર્યાલયે બુધવારે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં થયેલી દુર્ઘટના વિશે જાણીને તેમને ખૂબ જ દુઃખ થયું છે, મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.
હિન્દુસ્થાન સમાચાર /માધવી ત્રિપાઠી/અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ