
નવી દિલ્હી, 15 એપ્રિલઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, વિવિધ પરંપરાગત નવા વર્ષ અને લણણીના તહેવારો નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ આપી છે. વિશુના શુભ અવસર પર દરેકને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, વિશુના શુભ અવસર પર તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ તહેવાર આશા અને ખુશીનો છે. તે હકારાત્મકતા અને બધા પ્રત્યે કૃતજ્ઞતા પર ભાર મૂકે છે. આગામી વર્ષ આનંદ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યથી ભરેલું રહે. આ વર્ષ ચારે બાજુ નવી તકો, સફળતા અને શાંતિ લાવે.
પ્રધાનમંત્રીએ લોકોને રોંગાલી બિહુ નિમિત્તે શુભેચ્છાઓ આપી હતી. પોતાના સંદેશમાં તેમણે કહ્યું કે, આ જીવંત તહેવાર નવી શરૂઆત, સમૃદ્ધિ અને એકતાની ભાવનાની ઉજવણી કરે છે. આ તહેવાર આસામી સંસ્કૃતિને સુંદર રીતે પ્રદર્શિત કરે છે, જે દરેક જગ્યાએ લોકપ્રિયતા મેળવી રહી છે. તેમણે બધા માટે સફળતા, સુખ અને અદ્ભુત સ્વાસ્થ્યથી ભરપૂર વર્ષ માટે પ્રાર્થના કરી.
પોઈલા બોઇશાખના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ લખ્યું, શુભો નોબોબોરશો ! પોઈલા બોઇશાખની શુભેચ્છાઓ. પ્રધાનમંત્રીએ દરેક માટે પ્રાર્થના કરી હતી કે, આગામી વર્ષ તમારી તમામ ઇચ્છાઓની પરિપૂર્ણતાને ચિહ્નિત કરે. સુખ અને ભાઈચારાની ભાવના હંમેશા જળવાઈ રહે. તમને સારા સ્વાસ્થ્ય અને ઘણી ખુશીઓની શુભેચ્છાઓ. તે પશ્ચિમ બંગાળની સંસ્કૃતિની શાશ્વત સમૃદ્ધિની ઉજવણી કરવાનો પણ એક પ્રસંગ છે જેણે દેશની સાંસ્કૃતિક ભાવનાને આકાર આપ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર /માધવી ત્રિપાઠી/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ