પ્રધાનમંત્રી મોદી આજે કર્ણાટકની મુલાકાતે, આદિચુંચનગિરી ખાતે શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે
બેંગ્લોર, નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, આજે કર્ણાટકની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે પ્રધાનમંત્રી શ્રી ક્ષેત્ર આદિચુંચનગિરી પહોંચશે, જ્યાં તેઓ શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી એક
વડા પ્રધાન નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


બેંગ્લોર, નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, આજે કર્ણાટકની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે પ્રધાનમંત્રી શ્રી ક્ષેત્ર આદિચુંચનગિરી પહોંચશે, જ્યાં તેઓ શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી એક જનસભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદી પૂર્વ પ્રધાનમંત્રી એચ. ડી. દેવગૌડા સાથે સંયુક્ત રીતે 'સૌંદર્ય લહરી અને શિવ મહિમ્ન સ્તોત્રમ પુસ્તકનું વિમોચન પણ કરશે.

શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિર, એ શ્રી આદિચુંચનગિરી મહાસંસ્થાન મઠના 71મા પીઠાધીશ્વર ડૉ. બાલગંગાધરનાથ મહાસ્વામીજીને સમર્પિત એક સ્મારક છે. પરંપરાગત દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવેલું આ મંદિર દિવંગત સંતના જીવન, યોગદાન અને વારસાને સમર્પિત છે. આ મંદિરને માત્ર પૂજા સ્થળ તરીકે જ નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે પ્રેરણાના કેન્દ્ર તરીકે પણ વિકસાવવામાં આવ્યું છે.

ડૉ. બાલગંગાધરનાથ મહાસ્વામીજીએ ઘણી શૈક્ષણિક સંસ્થાઓ અને આરોગ્ય સુવિધાઓની સ્થાપના કરી હતી. તેઓ માનતા હતા કે, સમાજની સેવા એ પૂજાનું સર્વોચ્ચ સ્વરૂપ છે. તેમના ઉપદેશો જાતિ, ધર્મ અને પ્રદેશની સીમાઓ ઓળંગીને લાખો લોકોને પ્રેરણા આપતા રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર /રાકેશ મહાદેવપ્પા/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande