ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા, 19 એપ્રિલના ચિલ્ડ્રન્સ હેપ્પી સ્ટ્રીટ
- રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, જલારામ મંદિર, સેક્ટર 29 ખાતે યોજાશે ‘ચિલ્ડ્રન્સ હેપ્પી સ્ટ્રીટ’ - ચિલ્ડ્રન્સ હેપ્પી સ્ટ્રીટમાં ભારતીય રમતો, લાકડાંના રમકડાં, ટોય ગેમ્સ, ઝુમ્બા ડાન્સ સહિત 40થી વધારે મજેદાર પ્રવૃત્તિઓનો
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા, 19 એપ્રિલના ચિલ્ડ્રન્સ હેપ્પી સ્ટ્રીટ


- રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, જલારામ મંદિર, સેક્ટર 29 ખાતે યોજાશે ‘ચિલ્ડ્રન્સ હેપ્પી સ્ટ્રીટ’

- ચિલ્ડ્રન્સ હેપ્પી સ્ટ્રીટમાં ભારતીય રમતો, લાકડાંના રમકડાં, ટોય ગેમ્સ, ઝુમ્બા ડાન્સ સહિત 40થી વધારે મજેદાર પ્રવૃત્તિઓનો મેળો

ગાંધીનગર,16 એપ્રિલ (હિ.સ.) ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા' ચિલ્ડ્રન્સ હેપ્પી સ્ટ્રીટ'નું સુંદર આયોજન 19 એપ્રિલ રવિવારના રોજ કરવામાં આવ્યું છે. સવારે 7 વાગ્યાથી ચિલ્ડ્રન્સ હેપ્પી સ્ટ્રીટ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, જલારામ મંદિર, સેક્ટર 29ના માર્ગ પર યોજાશે.

આ અનોખા કાર્યક્રમ હેઠળ 2 થી 14 વર્ષના બાળકો અને તેમના માતા-પિતાને ભૂલાઈ ગયેલી વિવિધ પરંપરાગત ભારતીય રમતોનો આનંદ માણવાનો અવસર મળશે. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને ડિજિટલ દુનિયાથી થોડા દૂર લઈ જઈને તેમને રમતગમત, શારીરિક તેમજ સામાજિક વિકાસ તરફ ઉન્મુખ કરવાનો છે. સાથો સાથ વિવિધ મનોરંજક પ્રવૃતિઓને આધારે બાળકોનો માતા-પિતા સાથેનો સંબંધ વધારે ગાઢ બનશે.

ચિલ્ડ્રન્સ હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમની વિશેષતાઓ વિશે વાત કરીએ તો તેમાં દોરડાકૂદ, આંધળો પાટ, લંગડી, ઉભી ખો, પાંચીકા, બોર્ડગેમ,વિજ્ઞાન પ્રયોગ, પપેટ, ભમરડાં, લખોટી, ગિલ્લીદંડા, પગથિયા જેવીવિસરાઈ ગયેલી મનોરંજક ભારતીયરમતો બાળકો માટે હશે.

આ ઉપરાંત સંગીત, પેપરક્રાફ્ટ, ડ્રોઈંગ અને પેઈન્ટિંગ, માટીકામ, ટોય મેકિંગ અને પપેટ શો જેવાં વિવિધ આકર્ષણો બાળકો અને વાલીઓ માટે હશે. તદુપરાંત ટેક્નોરથ, મેટ્રિક મેળો, પુસ્તક પરબ, સેલ્ફી પોઈન્ટ, ભારતીય દેશી અને લાકડાંના રમકડાં જેવાં વિવિધ આકર્ષણો પણ બાળકો અને વાલીઓ માટે ઉપલબ્ધ હશે, જે બાળકો અને વાલીઓ માટે આજીવન યાદગાર સંસ્મરણ પ્રદાન કરશે.

તેમજ આયુર્વેદિક માર્ગદર્શન અને બાળકો માટે કેરિયર કાઉન્સેલિંગની સુવિધા પણ પ્રાપ્ત થશે.

ગાંધીનગરના નાગરિકોને અને ખાસ કરીને 2થી 14 વર્ષના બાળકોના માતા-પિતાને આ આનંદમય અને સુંદર ઈવેન્ટમાં હાજરી આપી બાળકો સાથે યાદગાર પળો સર્જવા અને સહભાગી બનવા માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande