અમદાવાદના સાબરમતી ખાતે મેડીલીંક ઇન્સ્ટિ.ઓફ નર્સિંગ સાયન્સ કોલેજમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન
અમદાવાદ, 16 એપ્રિલ (હિ.સ.) : અમદાવાદના સાબરમતી ખાતે મેડીલીંક ઇન્સ્ટિ.ઓફ નર્સિંગ સાયન્સ કોલેજમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાબરમતી વિસ્તારમાં આવેલી મેડીલીંક ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ સાયન્સ કોલેજમાં
અમદાવાદના સાબરમતી ખાતે મેડીલીંક ઇન્સ્ટિ.ઓફ નર્સિંગ સાયન્સ કોલેજમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન


અમદાવાદ, 16 એપ્રિલ (હિ.સ.) : અમદાવાદના સાબરમતી ખાતે મેડીલીંક ઇન્સ્ટિ.ઓફ નર્સિંગ સાયન્સ કોલેજમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાબરમતી વિસ્તારમાં આવેલી મેડીલીંક ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ સાયન્સ કોલેજમાં કોલેજ, હોસ્ટેલ તથા સંબંધિત સુવિધાઓમાં ગંભીર ખામીઓ હોવાના આક્ષેપ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

મેડીલીંક ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ સાયન્સ કોલેજમાં કોલેજ, હોસ્ટેલ તથા સંબંધિત સુવિધાઓમાં ગંભીર ખામીઓ હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન પહોંચ્યા હતા. કોલેજના સત્તાધીશો દ્વારા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને પગલે આક્રોશમાં આવીને કાર્યકર્તાઓએ કોલેજના પોસ્ટર ફાડી નાખ્યા હતા. તેમજ કોલેજની ઇલેક્ટ્રિકની મેઈન સ્વિચ બંધ કરી દીધી છે. એબીવીપીના કાર્યકર્તાઓ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન દરમ્યાન સત્તાધીશો દ્વારા દરવાજા બંધ કરી દેવામાં આવતા મેઈન દરવાજો તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande